દક્ષિણ આફ્રિકામાં સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવાનોના નિપજ્યા મોત.. હાઉડસ્પ્રાઈટ નજીક ભરૂચના ત્રણ યુવાનોની કારને અકસ્માત નડ્યો હતો.. અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણેય યુવાનો કારમાં જ ભડથું થઈ ગયા હતા.. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે.. અકસ્માતમાં મૃતક ત્રણેય યુવાનો ભરૂચના ત્રાસલા કોઠી ગામના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે..