મહેસાણાના બહુચરાજીમાં નબીરાનો આતંક.... બેફામ કાર ચલાવી 4 લોકોને કચડ્યા... બે લોકોના થયા મોત... બે લોકો ઘાયલ.... બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં રહેતા દક્ષ સૈની નામના યુવકે બેફામ સ્પીડે બોલેરો કાર ચલાવી ઘરના દરવાજા બહાર બેઠેલા ચાર લોકોને કચડી નાખ્યા.. અકસ્માત એટલો ભયાનક હતો કે સોસાયટીમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ.. કાળજુ કંપાવનારા આ અકસ્માતમાં કંચન બહેન અને 13 વર્શિય સોનલના મોત થયા... અકસ્માત બાદ દક્ષ સૈની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો.. યુવક સગીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર માટીમાં ફસાઈ... કારચાલક દક્ષે ગાડી બહાર કાઢવા માટે એક્સિલેટર આપતાં કાર પૂરઝડપે આગળ ધસી આવી.. અને આંગણામાં બેઠેલાં લોકોને જોરદાર ટક્કર મારી... અકસ્માત એટલો ગંભીર હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટી ગયો.. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી....