મહેસાણાના ધનાલી ગામ પાસે મહિલા પર દુષ્કર્મના પ્રયાસ બાદ મોત... 55 વર્ષીય મહિલા ભીક્ષાવૃત્તિ કરતી હતી. ત્રણ દિવસ પહેલાં બિહારથી મજૂરી કરવા આવેલો ચંદન નામનો યુવકે મહિલાને ઝાડીમાં ખેંચીને લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો... આ સમયે એક શખ્સ ત્યાંથી પસાર થતાં આરોપી ચંદન ત્યાંથી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો..બાદમાં મહિલાનું મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મહિલાના મોતનું સાચુ કારણ જાણવા મળશે..