Lok Sabha Result : દેશમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ચૂકી છે. ગઇકાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયુ છે, અને ફરી એકવાર એનડીએ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે સરકાર બનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે .દેશમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ચૂકી છે. ગઇકાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયુ છે, અને ફરી એકવાર એનડીએ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે સરકાર બનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પણ દમ લગાવી શકે છે. કેમ કે આ 2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ 293 બેઠકો મળી છે. તો INDIA ગઠબંધનનો પણ 233 બેઠક પર વિજય થયો છે. હવે આજે સાંજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક યોજાઇ રહી છે, જેમાં સરકાર બનાવવા પ્રયાસ કરવા કે પછી વિપક્ષમાં બેસવું તે અંગે ગહન ચર્ચા અને મનોમંથન થશે.