રાજનાથ સિંહે કહ્યું કે હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે પીએમ નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે. તેમણે કહ્યું કે 1962 બાદ પહેલીવાર કોઈ નેતા ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને મોદીજી જેવા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે. મોદીની કાર્યક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાના કારણે અમારા NDA પરિવારમાં પણ વધારો થયો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં PMએ કરેલા કામની દેશ અને દુનિયા બંનેમાં પ્રશંસા થઈ છે.