કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા કહ્યું કે ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છુ. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે.