રાજકોટનો TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 4 અધિકારી પર કાયદાનો સકંજો કસાયો...ચારેય અધિકારીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે...આ ચાર અધિકારી છે TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા... ATPO ગૌતમ જોશી.... અને ફાયર ઓફિસર રોહિત વિગોરા...બે દિવસ પહેલા ચારેય અધિકારીની કરાઈ હતી ધરપકડ..ગઈકાલે તેમને કોર્ટમાં રજ કરાયા...કોઈ વકીલ ન હોવાથી કોર્ટ તરફથી આરોપીઓને વકીલ અપાયા...કોર્ટમાં 14 દિવસની રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાતા અદાલતે 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરી....ચાર આરોપીઓને મહાપાલિકામાં જે ફરજ-સત્તા સોંપાઈ હતી તે તેમણે ગેમઝોનના સંદર્ભમાં ચાર વર્ષ દરમિયાન કઈ રીતે બજાવી....ક્યા ક્યા પ્રકારની લાપરવાહી રખાઈ...અને આ ચાર આરોપીઓની સાથે અન્ય ક્યા ક્યા શખ્સોની સાંઠગાંઠ હતી તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવી....કોર્ટમાં રજૂ કરતા સમયે બે આરોપીઓને હાથકડી પહેરાવવામાં આવી..જ્યાર પૂર્વ ટી.પી.ઓ.સાગઠીયાના હાથ ખુલ્લા રખાયા હતા..