રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ..મુખ્ય આરોપી જયદીપ ઝાલા સબ રજિસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો. કિશન ચાવડા નામના વકીલ અને હર્ષ સોની નામના શખ્સ સાથે મળી તેણે કૌભાંડ આચર્યું..ત્રણેય આરોપી સામે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે...જેમાંથી જયદીપ ઝાલાની ધરપકડ કરાઈ..આરોપીઓ 1972ના હાથેથી લખેલા દસ્તાવેજો સાથે ચેડા કરતા હતા..અધિકારીઓને શંકા જતા તપાસ કરાવી તો 17 દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનું ખુલ્યું..આરોપી હર્ષ સોનીના ફ્લેટમાંથી નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજો મળી આવ્યા..