રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કૉંગ્રેસ કાર્યકરોએ મચાવ્યો હોબાળો. સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડાયાબિટિસ, થેલેસિમિયા સહિતની દવાની અછત છે. એવામાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો રજૂઆત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને હલ્લાબોલ મચાવ્યો.. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દવાની અછતના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને હાલાકી.. આ તરફ, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર મોનાલી માકડિયાનું કહેવું છે કે, દવાઓની અછત અંગે સરકારને જાણ કરી છે, થેલેસિમિયાની દવા કંપનીમાંથી જ નથી આવી..