રાજકોટ અગ્રિનકાંડ સમયે સાહસ દેખાડી બાળકોનો જીવ બચાવનાર દક્ષ કુંજડીયાને શૌર્ય એવોર્ડ આપવામાં આવ્યો..રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના સમયે પોતાની સાથે રહેલા બાળકોનો જીવ જાંબાજ દક્ષે બચાવ્યો હતો..રાજકોટના સંતો, મહંતો અને શિક્ષકોની હાજરીમાં દક્ષને શૌર્ય એવોર્ડ એનાયત કરાયો..દક્ષ કુંજરીયા ધોરણ-12માં SOS સ્કૂલમાં અભ્યાસ કરે છે...સ્કૂલ તરફથી આ એવોર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું..