ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની નારાજગી જોવા મળી ધોરાજી માર્કેટ યાર્ડમાં. માર્કેટ યાર્ડમાં ડુંગળીના એક મણના ભાવ 200 રૂપિયા જ્યારે સારી ડુંગળીના ભાવ 500 રૂપિયા જ મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી.. ત્યારે એક મણના ડુંગળીના ભાવ 800થી એક હજાર રૂપિયા મળે તો જ પોસાય તેવી ખેડૂતોની માગ છે.. પાછોતરા ભારે વરસાદને કારણે એક તરફ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે.. બીજી તરફ કમોસમી વરસાદને કારણે બે વખત ડુંગળીનું વાવેતર કર્યુ હતુ.. ત્યારે ડુંગળીના વાવેતરમાં એક વીઘે 25 હજાર જેટલો ખર્ચ થાય છે.. ત્યારે ઉત્પાદન ઓછુ અને યાર્ડમાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે..