સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI કાર્યકરોએ મચાવ્યો હલ્લાબોલ... તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ Ph.Dની એન્ટ્રન્સ ફીમાં વધારો કર્યો હતો.. એક ઝાટકે એન્ટ્રન્સ ફી 500 રૂપિયાથી વધારી 1500 રૂપિયા કરી દેવાયા NSUIના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા યુનિવર્સિટી પહોંચ્યા. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો રજિસ્ટારની ચેમ્બરમાં ધરણાં પર ઉતર્યા.. કાર્યકરોની માગ છે કે, એન્ટ્રન્સ ફીમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવે.... જોકે, પોલીસ હોબાળો મચાવતા કાર્યકરોની અટકાયત કરી..