રાજકોટમાંથી વધુ એક બોગસ તબીબને ઝડપી લેવામાં સફળતા મળી છે.... મેડિકલ ડિગ્રી વગર જ શૈલેશ સાકરીયા નામના શખ્સને કુવાડવામાંથી ઝડપી લીધો... ડિગ્રી વગર કુવાડવાના જન ઔષધિ કેન્દ્ર સામે આવેલા ખોડિયાર નામના મકાનમાં આ શખ્સે ક્લિનીકના રૂપકડું નામ આપી હાટડી શરૂ કરી હતી.... જોકે SOGને માહિતી મળતા દરોડો પાડ્યો હતો... આ સમયે શૈલેશ મુન્નાભાઈ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી.... પોલીસે ક્લિનીકમાં રહેલી દવાનો જથ્થો અને મેડિકલના સાધનો જપ્ત કર્યા...