રાજકોટના આજી નદીમાં જળકુંભીથી લોકો પરેશાન.ત્રણથી ચાર કિલોમીટર સુધી જળકુંભી પથરાયેલી જોવા મળી રહી છે. ચોમાસુ પૂરું થાય એટલે દર વર્ષે જળકુંભી કાઢવાની કામગીરી મનપા શરૂ કરે છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા માત્ર બે મશીનથી કામગીરી કરવામાં આવે છે. જેના કારણે બેડી, રેલ નગર વિસ્તારના લોકો ઉપરાંત બેડી ગામના ખેડૂતો પણ પરેશાન છે.