રાજકોટ અગ્નિકાંડને લઈને દરરોજ થઈ રહ્યા છે નવા ઘટસ્ફોટ. હવે રાજકોટના જાણીતા બિલ્ડરે પૂર્વ TPO મનસુખ સાગઠિયા પર લગાવ્યા છે ગંભીર આરોપો. કૃતિ ઓનેલાના બિલ્ડર ટી. ડી. પટેલે દાવો કર્યો કે, બાંધકામની મંજૂરીમાં માર્જિન ન મુકવા મનસુખ સાગઠિયાએ એક કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. બાદમાં 80 લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી. ડીલ ફાઈનલ કરવામાં જેરામ કુંડારિયા નામનો વિજ વિભાગનો પૂર્વ કર્મચારી વચેટિયા તરીકે હતો. ટી.ડી.પટેલ અનુસાર, સાગઠિયાના ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકારને પત્ર લખી જાણ કરી હતી.