સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજકોટના મેયરનું અપમાન...પદવીદાન સમારોહમાં ભાગ લેવા મેયર નયનાબેન યુનિવર્સિટી પહોંચ્યા...આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ઉલ્લેખ હતો...પરંતુ સ્ટેજ પર મેયને સ્થાન ન અપાતા, તેઓ નારાજ થયા અને કાર્યક્રમ અધવચ્ચે છોડી ચાલ્યા ગયા.સમગ્ર મામલે મેયરે કહ્યું, પદવીદાન સમારોહમાં થોડું મોડું થયું હતું, સ્ટેજ પર બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ત્યાંથી હું ચાલી ગઈ...આ તરફ, યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીએ બચાવ કર્યો કે,રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર બેઠક વ્યવસ્થા કરાઈ હતા..તેમ છતાં આ મામલે મેયર સાથે વાત કરીશ..