રાજકોટમાં વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે..પરંતુ ખુદ મેયરનો વોર્ડ જ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. વોર્ડ નંબર 4 શહેરના પ્રથમ નાગરિક એટલે મેયર નયનાબેન પેઢડીયાનો વોર્ડ છે..પરંતુ આ વિસ્તારની મહિલાઓ ગંદકી, દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે..ઠેર ઠેર ગંદકીના ઢગલા હોવાથી રોગચાળો ફાટી નિકળવાનો ભય છે..તો છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હોવાથી લોકો પૈસા ખર્ચી પાણી લાવવા મજબૂર બન્યા છે....મહિલા મેયરના વોર્ડની આવી દુર્દશાથી મહિલાઓનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે..