રાજકોટના ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામ... જ્યાં 3 દિવસ પહેલાં બંધ કારખાનામાંથી મળી આવી હતી ખોપરી... પોલીસે આ કેસનો ઉકેલી લીધો છે ભેદ... જે ખોપરી મળી... તે મહિલાની હતી. તેની હત્યા થઈ હતી... આરોપી છે મહિલાનો જ પતિ અને દિયર... ગત ગુરૂવારે નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાં પાણીની કૂંડીમાંથી ખોપરી મળી આવી હતી... પોલીસે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું... જેમાં ખુલ્યું કે, આ ખોપરી મહિલાની છે... બાદમાં પોલીસે તપાસ કરતા આ ખોપરી રેશમાદેવી યાદવ નામની મહિલાની હોવાનું ખુલ્યું... રેશમા દેવીની હત્યા તેના જ પતિ વિપિન યાદવ અને દિયર સૌરભ યાદવે કરી હતી... ઘરમાં દરરોજ ઘરકંકાસ થતો હોવાથી કંટાળીને રેશમાદેવીનું ગળું દબાવીને હત્યા કરી લેવાઈ.. બાદમાં લાશ બંધ કારખાનામાં પાણીની કૂંડીમાં ફેંકી દેવાઈ... પોલીસે આરોપી પતિ અને તેના ભાઈની ધરપકડ કરી છે.