ચોમાસાની શરૂઆત માં જ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. આ ઉપરાંત શરદી,ઉધરસ ના કેસમાં પણ ઉછાળો આવ્યો છે.માત્ર એક જ મનપા વિસ્તારમાં સપ્તાહમા 720 કેસ નોંધાયા છે.સામાન્ય તાવના 358 કેસ નોંધાયા છે.ઝાડા ઉલટી ના 217 કેસ નોંધાયા છે.મેલરીયા અને ચિકનગુનિયાના પણ એક એક રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયા છે.હાલમાં સિવિલ હોસ્પિટલ બહાર પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો..ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ આવે છે.સિવિલ નું નિવેદન આપ્યું હતું કે ચોમાસાની શરૂઆતમાં 10% રોગચાળો વધ્યો છે.સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4,000 દર્દીઓ ની ઓપીડી હોય છે.ઝાડા ઉલટી અને તાવ તથા શરદીના કેસમાં સતત વધારો થયો છે.લોકો ખાસ પાણી પીવા માં ધ્યાન રાખે..