રાજકોટના નવા 150 ફુટ રિંગ રોડ પરની રંગોલી આવાસ યોજનામાં રહેતા પાંચ હજાર રહિશો જીવી રહ્યા છે ભયના ઓથાર હેઠળ.. આવાસ યોજનામાં એક હજાર 164 ફ્લેટ હોવા છતા નથી ફાયરના પૂરતા સાધનો.. એટલુ જ નહીં.. ફાયર ફાઈટર ટર્ન કરવાની પૂરતી જગ્યા પણ નથી રખાઈ.. કન્ડીશનલ બીયુ સર્ટિફિકેટના આધારે ફાયર NOC તો મેળવી લેવાયુ છે.. ગંભીર બેદરકારી મુદ્દે રહિશોએ અનેક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરી.. છતા કોઈ ચોક્કસ પગલા નહીં લેવાતા સ્થાનિકોએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની માગ કરી છે.. રહિશોનો આરોપ છે કે કન્ડીશનલ બીયુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.. જેમાં સોલાર પેનલ સિસ્ટમ આપવા જણાવાયું છે.. જેનો આજદિન સુધી અમલ કરાયો નથી.. એટલુ જ નહીં.. બિલ્ડિંગમાં એક જ દરવાજો હોવાથી વાહન જઈ શકે પણ બહાર નીકળી શકે તેમ નથી.. તેથી તાત્કાલિક ફાયરના અપૂરતા સાધનો અને ફાયર ફાઈટર માટેના જરૂરી માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે..