રાજકોટ કોર્પોરેશનમાં સફાઈ કામદાર ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું... કાયમી સફાઈ કામદારના વારસદારોની ભરતીમાં કૌભાંડનો સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આરોપ લગાવ્યો.. અનફિટ સફાઈ કામદારના વારસદારને જ નોકરી આપવાનો નિયમ છે. તેમ છતા બોગસ રીતે અનફિટ સર્ટીફિકેટ કાઢી વારસદારોને નોકરી આપી હોવાનો આરોપ લાગ્યો.. 2021 થી વિજિલન્સ તપાસના પુરાવા સાથે કૌભાંડ ઉજાગર કર્યું.. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી અને પ્રજેશ સોલંકીની સંડોવણીના આરોપ લાગ્યા... ભાજપના નેતા અને સફાઈ કામદાર નિગમના પૂર્વ ચેરમેન મુકેશ પરમાર, શ્રાવણ, દિપક વાઘેલા, SWMનો કાયમી પટ્ટાવાળો ભગીરથ સહિતના લોકોની સંડોવણી હોવાનો આરોપ... 127 સફાઈ કામદારના રાજીનામાં જૂન 2026માં મંજુર પણ કરી દેવાયા... આ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ બોલવાનો ઇન્કાર કર્યો.. ઠરાવ મુજબ જ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાની વાત કરી....