ફરી એકવાર સરસ્વતીનું ધામ થયું શર્મશાર. વિદ્યાર્થિનીની છેડતીના આરોપમાં આચાર્યની કરાઈ ધરપકડ. ઘટના છે સુરતના માંડવી તાલુકાના નરેણ ગામની... નરેણ ગામમાં આવેલી છે આશ્રમશાળા. જેના આચાર્ય યોગેશ પટેલે બાળકીની કરી છેડતી. આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. આરોપી આચાર્ય અહીં 24 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે. હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમશાળાની મુલાકાત લઈ.. ગૃહમાતા અને બાળકીઓને મળ્યા હતા.. આ સમયે ગૃહમાતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા..