સુરતના ઉધનામાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપડેના ગેરકાયદે બાંધકામો પર પ્રશાસને ફેરવી દીધુ બુલડોઝર.. સરકારી આવાસ નજીક બનાવેલ આરોપી રાહુલે બનાવેલ ત્રણ ગેરકાયદે મકાનોને પ્રશાસને જમીનદોસ્ત કરી દીધા.. ત્રણેય મકાનમાં રાહુલની ગેંગનું હેડક્વાટર હતુ.. જેમાં ગેરકાયદે ધંધા અને ગુનાહિત પ્રવૃતિઓને અંજામ અપાતો.. પોલીસ અને પ્રશાસને કાર્યવાહી કરતા ડોન રાહુલની પત્ની કાજલે રોષે ભરાય.. પોલીસ પર હેરાન કરવાનો આરોપ લગાવી સામાન બહાર ફેંકી દેવાનો આરોપ લગાવ્યો.. છેલ્લા 15 વર્ષથી રાહુલ પીંપડે રાહુલ એપાર્ટમેન્ટ નામની ગેંગ ચલાવે છે.. તેના વિરૂદ્ધ ગુજસીટોક સહિત 22 જેટલા ગંભીર ગુના પણ નોંધાયેલા છે..