સુરતમાં જર્જરિત મકાનો સામે પ્રશાસની કાર્યવાહી. સચિન વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો ખાલી કરવા પોલીસની ફૌજ ઉતારાઈ. સ્લમ બોર્ડના જર્જરિત આવાસોમાંથી પાણી અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા. મકાનો ખાલી કરવા અગાઉ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી. તેમ છતાં મકાન ખાલી ન કરાતા રહીશોને સમજાવવા પોલીસની મદદ લેવી પડી. જોકે, રહીશોએ માગ કરી કે, અમે ત્યારે જ મકાન ખાલી કરીશું જ્યારે અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.. સમગ્ર મામલે પોલીસ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ...કેટલાક રહીશોએ હંગામો કરતા પોલીસે તેમની અટકાયત કરી.