મૂશળધાર વરસાદના કારણે સુરત જિલ્લાનો એક માત્ર ધોધ જીવંત થયો.... દ્રશ્યો છે ઉમરપાડા તાલુકામાં આવેલા દેવઘાટ ધોધના.. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે દેવઘાટ ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો.. ધોધમાંથી વહેતા પાણીનો અદભૂત નજારો જોવા મળ્યો...સિઝનમાં પહેલીવાર ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. વરસાદને લઈને દેવઘાટ ધોધ જતો રસ્તો જળમગ્ન થઈ ગયો..લો લેવલ બ્રિજ પર મોહન નદીના પાણી ફરી વળ્યા..થોડીવાર માટે રસ્તો બંધ કરવો પડ્યો...