સુરતના ગોપી તળાવ વિસ્તારમાં આવેલું ઈવી ચાર્જિંગ સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો છે... ગોપી તળાવ બહાર આવેલા ઈવી ચાર્જિંગ પોઈન્ટ જમણવારનું સ્થળ બન્યું છે... લોકો પ્રસંગ નિમિતે મહેમાનોને જમાડવા માટે ઈવી ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા... સુરતમાં 50થી વધુ ઈવી ચાર્જિંગ સ્ટેશનો છે.... મોટાભાગના ઈવી ચાર્જિંગ પોઈંટ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે... કોર્પોરેશન તરફથી કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું વીડિયો પરથી સાબિત થઈ રહ્યું છે...