સુરતના ઓલપાડમાં ઝડપાઈ નકલી ચલણી નોટો. 100 રૂપિયાના દરની 97 નોટ સાથે એક આરોપીને પોલીસે દબોચી દીધો. આરોપી યુવક બજારમાં નોટ વટાવવાની ફિરાકમાં હતો. જોકે, બાતમીના આધારે મહિલા પોલીસની ટીમે યુવકને ઝડપી લીધો. આરોપી મૂળ જામનગરનો રહેવાસી છે અને 6 મહિનાથી ઓલપાડમાં રહેતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબુલ્યું કે, તે જાતે નોટ છાપી બજારમાં વટાવતો..