સુરતના મહુવા તાલુકાનું વાંસકુઈ ગામ... જ્યાં ભરાયો ગોળીગઢનો મેળો... હોળીના તહેવાર પહેલા રવિવારે ગોળીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ગોળીગઢનો મેળો ભરાય છે... માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ગોળીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં ગામમાં બે ભાઈઓ લોકોની સેવા કરતા... તેમની યાદમાં ગ્રામજનોએ બંને ભાઈઓની મૂર્તિ બનાવી પૂજા કરવાનું શરુ કર્યું... ગોળીગઢના મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર... મધ્ય પ્રદેશ... રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે... માનતા પૂરી થતાં શ્રદ્દાળુઓ ગોળી ચઢાવવાની બાધા રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સોનું, ચાંદી, કાચ તેમજ માટીની ગોળીઓ બનાવી બાપુના ચરણોમાં અર્પણ કરે છે. 24 કલાક દરમિયાન અંદાજે 5 લાખ લોકો ગોલીગઢ બાપુના દર્શન કરે છે. ગોળીગઢના મેળાને લઈ જિલ્લા પ્રશાસને આરોગ્ય... ફાયર બ્રિગેડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરી હતી... સાથે જ અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.