સુરતમાં મેંગો શેક અને આઈસ ડીશની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. લીવર-કિડની ખરાબ કરતા રંગ-એસેન્સના ઉપયોગની આશંકા છે. શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધતા ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓમાં પણ તપાસ કરાઈ હતી.