સુરતના સચિનમાં વિદ્યાર્થિનીની છેડતી. સ્કૂલવાનના ચાલકે જ દુષ્કર્મના ઈરાદે છેડતી કર્યાનો આરોપ. સ્કૂલવાન ચાલક ત્રણ દિવસથી વિદ્યાર્થિનીને ઘેનવાળી ચા પીવડાવતો હતો. વિદ્યાર્થિનીના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સુભાષ પવાર નામના સ્કૂલવાનચાલકની ધરપકડ કરી... આરોપી સ્કૂલવાનચાલક પરણિત છે અને એક સંતાનનો પિતા પણ છે.