હાથમાં બેનર લઈ મિલકતધારકોએ મચાવ્યો હલ્લાબોલ... દ્રશ્યો છે સુરત કલેક્ટર કચેરીના... સુરતના કતારગામમાં 700થી વધુ મિલકતધારકોને નોટિસ અપાતા રહીશોમાં છે રોષ... અસરગ્રસ્ત મિલકતધારકોનો દાવો છે કે, તેઓ 30 વર્ષથી વસવાટ કરી રહ્યા છે... એવામાં 3 વર્ષ પહેલાં મહાનગરપાલિકાએ રિઝર્વેશન મુક્યું... જેને લઈ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્તોએ ચીમકી ઉચ્ચારી કે, રિઝર્વેશન દૂર કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન છેડશે... જૂના કતારગામ પોલીસ સ્ટેશનથી સિંગણપોર ચાર રસ્તા સુધી ટીપી રોડને નડતરરૂપ 700 જેટલી મિલકતોને દૂર કરવા નોટિસ અપાઈ છે... જેમાં મકાનો અને દુકાનોનો સમાવેશ થાય છે.