સુરતના ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક શટર બંધ કરી ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા. અરિહંત કોમ્પલેક્ષમાં 6 મહિના પહેલા અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ થયું હતું. જેમાં 3 શિક્ષકો 20 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. થોડા દિવસથી ક્લાસીસ બંધ છે. સંચાલકોએ 20 વિદ્યાર્થી પાસેથી 94 હજાર 600 રૂપિયાની ફી વસૂલી હતી. કલાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકનો એક લાખ 10 હજારનો પગાર પણ બાકી છે. સમગ્ર મામલે વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી