પ્રમોશન અને ઈનામની લાલચમાં રેલવે વિભાગના ત્રણ કર્મચારીઓએ સુરતમાં કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવાના પ્રયાસ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો.. સુરતના કીમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ તપાસનો ધમધમાટો શરુ કર્યો.. આ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે ઘટના પ્રથમ જોનાર રેલવે કર્મચારી સુભાષ પોદાર જ આરોપી છે... પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી... આરોપીએ પોતે જ પેડલોક કાઢ્યા હતા... NIAને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી... કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ ન હતુ... જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી... પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી.... કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતીય... જેથી NIAને પહેલાંથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે.... જે બાદ સુભાષ પોદારની કડક પૂછપરછ કરતા મનીષ મિસ્ત્રી અને શુભાષ જયસ્વાલ નામના અન્ય બે કર્મચારીઓની પણ ષડયંત્રમાં સંડોવણી ખુલી... હાલમાં એજન્સીઓએ ત્રણેય કર્મચારીઓની અટકાયત કરી છે અને કડક પૂછપરછ ચાલી રહી છે