ક્રિકેટર બનવાની ઘેલછામાં સુરતના બે સગીરો ઘર છોડીને નીકળી જતા પરિવાર અને પોલીસ દોડતી થઈ. હજીરા રોડના મોરા ટેકરા ગામમાં રહેતા બે સગીરો 7 નવેમ્બરે બપોરે વાળ કપાવવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. મોડી સાંજં સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કર્યા.. સગીર ક્રિકેટના બેટ લઈને જતો નજરે પડ્યો. સગીરના પરિવારે તેના મિત્રના ઘરે પહોંચ્યા તો તે પણ ગુમ હોવાની જાણ થઈ. પરિવારજનોને સગીરે લખેલ એક પત્ર પણ મળ્યો. જેમાં તેઓ ક્રિકેટર બનવા ઘરેથી નીકળ્યા હોવાની વાતનો ઉલ્લેખ હો.. પરિવારે ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને રેલવે સ્ટેશનના અંદાજે 93 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા. જેમાં બંન્ને સગીરો મુંબઈ જતી ટ્રેનમાં બેઠા હોવાની જાણ થતા પોલીસે સગીરોનો પીછો કરવાનું શરૂ કર્યુ.. બંન્ને સગીરો બોરીવલી સ્ટેશન પર ઉતરીને જયપુર રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાની માહિતી મળતા પોલીસની બીજી ટીમ જયપુર પહોંચી હતી