વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની વધુ એક બેદરકારીનો પર્દાફાશ.. વીઆઈપી રોડ, કારેલીબાગના આનંદ નગર, સૌજન્ય નગર, હારમની સોસાયટી સહિના વિસ્તારોમાં પ્રશાસનના પાપે રહિશો ભોગવી રહ્યા છે હાલાકી.. વીઆઈપી રોડની વાત કરીએ તો ત્રણથી ચાર વખત આ રોડ પર ડામરના થર લગાવવામાં આવ્યા.. જેનું પરિણામ એ આવ્યું કે રોડ નવ ઈંચ ઉંચો આવી ગયો અને ફુટપાથ પણ રોડથી નીચે આવી ગયા.. સ્થાનિકોનું કહેવું છે કે તેમના મકાન જમીનથી ત્રણથી ચાર ફુટ ઉપર હતા.. જો કે રોડ ઉંચા થતા સામાન્ય વરસાદમાં પણ ઘરોમાં પાણી ઘુસી જાય છે.. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતથી ટેન્ડર પાસ થાય છે.. ભ્રષ્ટાચાર થાય છે.. જે અંગે સ્થાનિકોએ વિજિલન્સ તપાસની માગ કરી..