ભરુચના સાંસદ મનસુખ વસાવાએ જ વડોદરાની સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવ્યા... ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી અને લખ્યુ કે...ભરૂચ જિલ્લાની મહિલાએ બે દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.... જેમને સૌપ્રથમ સારવાર માટે અવીધા ગામની સરકારી હોસ્પિટલ લઈ જવાયા... તેમની સ્થિતિ ગંભીર હોવાના કારણે ડોક્ટરોએ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા... રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ તેમની યોગ્ય સારવાર ન થતા મહિલાને વડોદરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.... બરોડા સિવિલ હોસ્પિટલના શુક્રવારના રોજ નિધન થયુ... આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાના કારણે ડોક્ટો પોસ્ટ મોર્ટમ કરતા નથી.... જેના કારણે મહિલાનો મૃતદેહ બે દિવસથી વડોદરા સિવિલમાં રઝળી રહ્યો છે... પોલીસ અને ડોક્ટરો વચ્ચેના વિવાદમાં મહિલાના પરિવાજનો પરેશાન થઈ રહ્યા છે...ત્યારે વસાવાએ પોલીસ અને સયાજી હોસ્પિટલના વડાને સૂચના આપી કે...તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવે