ક્રિકેટ ક્ષેત્રે ગુજરાતને લાંબા સમય સુધી ગૌરવ અપાવનાર અંશુમન ગાયકવાડની તબિયત અત્યંત ગંભીર છે. બ્લડ કેંસરથી પીડાઈ રહેલા અંશુમન ગાયકવાડને સારવાર માટે ભાઈલાલભાઈ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અંશુમન ગાયકવાડની સારવારનો ખર્ચ ઉઠાવવા કપિલ દેવે તૈયારી પણ દર્શાવી છે. છેલ્લા કેટલાક સમયથી કેંસરથી પીડાતા અંશુમન ગાયકવાડ ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કરી ચુક્યા છે. ગાયકવાડ ભારતીય ટીમના કોચ અને સિલેક્ટર પણ રહી ચુક્યા છે. અંશુમન ગાયકવાડ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.