વડોદરા મહાનગરપાલિકાના વર્ગ એક, બે અને ત્રણના અધિકારીઓ સહિત એક હજારથી વધુ કર્મચારીઓ બે દિવસની માસ સી.એલ પર ઉતર્યા. કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરતા અનેક કચેરીઓમાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.. કર્મચારીઓનો આરોપ છે કે તમામ વિભાગોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિત અનેક લોકોની ખટપટ અને પરેશાનીને કારણે અધિકારીઓ કામ કરી શકતા નથી. આ અંગે કર્મચારીઓએ 4 ડિસેમ્બરે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆપણ પણ કરી હતી. જો કે વાસ્તવિકતા એ પણ છે કે આજવાના પ્રાણીસંગ્રહાલય,ફન પાર્ક, ગાર્ડન સહિતના મહત્વના પ્રોજેક્ટોની ફાઈલો જ ગુમ થઈ જતા તપાસનો વિષય બન્યો છે.. અધિકારીઓ અને કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરતા અરજદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે..