વડોદરાના વાઘોડિયા સેવા સદનમાં પુરવઠા શાખામાં KYC અને આધારકાર્ડ કઢાવવા લાંબી કતારો લાગી છે... ગ્રામ્ય તેમજ શહેરના લોકોને રાશનકાર્ડમાં KYC અને આધારકાર્ડમાં સુધારો કરાવવા લાંબા સમયથી અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે.... સર્વર ડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી લોકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે... હાલમાં શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે આધારકાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે.... આટલું જ નહીં સેવા સદનમાં પ્રશાસન તરફથી અરજદારોને બેસવા કે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધા કરવામાં આવી નથી.... સમગ્ર મુદ્દે ડીડીઓને ફરિયાદ મળતા તેને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ કામગીરી શરૂ કરવા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને હુકમ કર્યો...