T-20 ક્રિકેટમાં આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 76 બોલમાં ફટકાર્યા 172 રન
ઝિમ્બાવેએ ટોસ જીતીને પ્રથમ ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેના બાદ ફિન્ચે રનનો ઢગલો કરી દીધો હતો. તેણે ડાર્સી શોર્ટ સાથે પ્રથમ વિકેટે 223 રનોની ભાગીદારી નોંધાવી હતી. જે ટી-20માં કોઈ પણ વિકેટ માટે વર્લ્ડ રેકોર્ડ છે. શોર્ટે 46 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરસપ્રદ વાત આ છે કે ફિન્ચે પોતાનોજ 156 રનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. જે તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2013માં બનાવ્યો હતો. 31 વર્ષના ફિન્ચે ટી-20 ટ્રાઈ સીરીઝ મુકાબલામાં યજમાન ટીમના બોલરોની ધુલાઈ કરી નાંખી હતી.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન અને કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. મંગળવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાયેલી ઝિમ્બાવે સામે ફિન્ચે તુફાની બેટિંગ કરતા 172 રન બનાવી ઈતિહાસ રચી દીધો છે. ફિન્ચે માત્ર 76 બોલમાંજ 10 છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 172 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાવે વચ્ચે રમાયેલી મેચમાં ફિન્ચની તુફાની બેટિંગથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઝિમ્બાવેએ 9 વિકેટે 129 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 100 રનથી જીત મેળવી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -