AFG Vs PAK: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં ક્રિકેટની સ્થિતિ પણ સ્પષ્ટ નથી. હાલ તો દેશમાં સમગ્ર રીતે સંકટ છવાયેલુ છે. જોકે, આ બધી મુશ્કેલીઓ છતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની વનડે સીરીઝ રમવાની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ માટે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સડક માર્ગેથી પાકિસ્તાન જશો અને ત્યાંથી યુએઇ થઇને ટીમ શ્રીલંકા પહોંચશે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ આઇસીસી વર્લ્ડકપ સુપર લીગનો ભાગ છે. સીરીઝની શરૂઆત ત્રણ સપ્ટેમ્બરથી થઇ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી બતાવવામાં આવ્યુ છે. અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓને વિઝા મળી ગયા છે તે તુર્કહમ સીમા પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે, જે બન્ને દેશોની વચ્ચે પ્રવેશનો સૌથી વ્યસ્ત બંદરગાહ છે.
તુર્કહમ સીમા પાર અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સાથે જોડે છે. તુર્કહમ સીમાના માધ્યમથી કાબુલથી પેશાવર સુધી ડ્રાઇવ સાડા ત્રણ કલાકનો લાંબો છે. ટીમ પેશાવરથી ઇસ્લામાબાદ અને ત્યાંથી યુએઇ માટે ઉડાન ભરશે. આ પછી અફઘાનિસ્તાનની ટીમ યુએઇથી કોલંબો માટે ઉડાન ભરશે.
રાશિદ ખાન લઇ શકે છે ભાગ-
જોકે, અફઘાનિસ્તાનમાં રહેલી અસ્થિરતા અને અશાંતિની વચ્ચે શાપેજા ક્રિકેટ લીગની આઠમી આવૃતિ તરીકે વિના કોઇ વિઘ્ન આવે રમત આગળ વધવાની સંભાવના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ, બિગ બેશ લીગ અને પાકિસ્તાન સુપર લીગની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ટૂર્નામેન્ટ કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મોહમ્મદ નબી દેશમાં બનેલી સ્થિતિ પર પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. રાશિદ ખાને તો બીજા દેશો પાસે અફઘાનિસ્તાનની મદદ કરવા માટે અપીલ પણ કરી હતી. રાશિદ ખાન જોકે પાકિસ્તાન સામેની સીરીઝમાં ભાગ લઇ શકે છે.