આ 19 વર્ષના લેગ સ્પિનરનું દિમાગ છે 30 વર્ષના પરિપક્વ ખેલાડી જેવું, ભારત સામે થશે અસલી પરીક્ષા, જાણો વિગત
સિમોન્સના કહેવા મુજબ ભારત સામેની ટેસ્ટમાં બોલરો કરતાં સૌથી વધારે પરીક્ષા બેટ્સમેનોની થશે.
ટેસ્ટ મેચમાં ધૈર્ય જરૂરી હોય છે અને સિમોન્સને આશા છે કે રાશિદ આયરલેન્ડ સામે ફર્સ્ટ ક્લાસ મેચ માટે પ્રદર્શન પુનરાવર્તન કરશે. તેણે ગત વર્ષે આયરલેન્ડ સામે ચાર દિવસની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે વિકેટો પણ લીધી હતી. રાશિદે ઇંગ્લેન્ડ સામે અભ્યાસ મેચમાં પણ વિકેટ લીધી હતી.
રાશિદ અંગે વેસ્ટ ઈન્ડિઢના પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, તે ઉંમરથી વધારે પરિપક્વ છે. તેને ખબર છે કે ટીમને તેની પાસેથી કેવી અપેક્ષા છે. પરંતુ મને મુજીબ પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.
ટી-20માં વિશ્વના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિન બોલર ગણાતો રાશિદ ભારત સામે અફઘાનિસ્તાનની ઐતિહાસિક ટેસ્ટ મેચથી આ ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. આ પહેલા તે ફર્સ્ટ ક્લા,ની માત્ર ચાર મેચ રમ્યો છે, જેનાથી તેને ભારત જેવી ટોપ ટીમો સામે પરેશાની આવી શકે છે.
નવી દિલ્હીઃ 19 વર્ષના યુવા લેગ સ્પિનર રાશિદ ખાનને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટ મેચમાં સફળતા મેળવવામાં કોઈ પરેશાની નહીં થાય. કારણકે તેનું દિમાગ 30 વર્ષના ખેલાડી જેટલું પરિપક્વ છે, તેમ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ ફિલ સિમોન્સે કહ્યું છે.