આફ્રિદીને તેની ટીમમાં એક ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું છે. ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીનો આફ્રિદીએ તેની ઓલ ટાઇમ વર્લ્ડકપ ઇલેવનમાં સમાવેશ કર્યો છે. આફ્રિદીએ જાહેર કરેલી ટીમમાં સૌથી વધારે પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. તેણે પાકિસ્તાનના પાંચ, ઓસ્ટ્રેલિયાના ચાર, સાઉથ આફ્રિકા તથા ભારતના એક-એક ખેલાડીને ટીમમાં સામેલ કર્યા છે. આફ્રિદીએ શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડના કોઇપણ ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી.
શાહિદ આફ્રિદીએ જાહેર કરેલી ઓલ ટાઇમ વર્લ્ડકપ ઇલેવન ટીમઃ સઇદ અનવ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, ઇન્ઝમામ ઉલ હક, જૈક કાલિસ, વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શેન વોર્ન, શોએબ અખ્તર, સક્લેન મુશ્તાક
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાણીની અછત મુદ્દે સરકાર પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો