ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરના ઘરે ચોરીના ઈરાદે છ લોકો CCTVના વાયર કાપીને ઘુસ્યા, પછી થયું આવું,જાણો વિગત
આગ્રાની માનસરોવર કોલોની સ્થિત ઘરમાં જ્યારે દીપકની માતા એકલી હતી ત્યારે ચોરોએ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેની માતાની સમજદારીથી ચોરોની કોશિશ નિષ્ફળ થઈ ગઈ અને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલામાં કાર્યવાહી કરીને ચોરોને પકડી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપક ભારત તરફથી એક વન ડે અને એક ટી 20 રમ્યો છે. વન ડેમાં તેણે તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું.
આઈપીએલમાં તે ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વતી રમે છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચોરોએ સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાંખ્યા હતા પરંતુ દીપકની માતાએ યોગ્ય સમયે શોરબકોર કરતાં ચોરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. આરોપીઓ સામે કલમ 412 અને 25 આર્મ્સ એક્ટ લગાવવામાં આવી છે.
આગ્રાઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર દીપક ચાહરના ઘરે ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલા છ ચોરોને પોલીસે પકડી લીધા છે. તેઓ દીપકના ઘરમાં ચોરી કરવા સીસીટીવીના વાયર કાપીને ઘૂસ્યા હતા પણ સફળ થઈ શક્યા નહોતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -