જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026ની મેન્સ ફાઇનલ જીતી હતી. આ તેમનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.
French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ
French Open: આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. અગાઉ તે ત્રણ અલગ અલગ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની ફાઇનલમાં પહોંચ્યો હતો અને હારી ગયો હતો.

- એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026 મેન્સ ટાઈટલ જીત્યું.
- આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું, ઇતિહાસ રચ્યો.
- તેણે ફાઇનલમાં ઇટાલીના ફ્લેવિયો કોબોલીને હરાવી જીત મેળવી.
- મહિલા સિંગલ્સમાં મીરા એન્ડ્રીવા ચેમ્પિયન બની, આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ.
જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026ની મેન્સ ફાઇનલ જીતી લીધી છે. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. અગાઉ તે ત્રણ અલગ અલગ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની ફાઇનલમાં પહોંચ્યો હતો અને હારી ગયો હતો.
ફાઇનલમાં જ્વેરેવે ઇટાલીના ફ્લેવિયો કોબોલી (Flavio Cobolli) ને હરાવ્યો હતો. વિશ્વના ત્રીજા ક્રમાંકિત જ્વેરેવે અને ફોર્મમાં ચાલી રહેલા કોબોલી વચ્ચે કટ્ટર સ્પર્ધા હતી. જ્વેરેવે કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7 (5), 6-1 થી હરાવ્યું હતું. જ્વેરેવે આ જીત સાથે ઇતિહાસ રચ્યો. તે ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બન્યો હતો. જીત્યા પછી જ્વેરેવ રડી પડ્યો હતો. રડતા રડતા હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. ત્યારબાદ તે પોતાના પરિવારને ભેટી પડ્યો હતો.
HE DID IT 🏆#RolandGarros pic.twitter.com/SFJgCRZon0
— Roland-Garros (@rolandgarros) June 7, 2026
ફ્રાન્સની રાજધાની પેરિસમાં રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ સંકુલનું નામ છે, જ્યાં દર વર્ષે ફ્રેન્ચ ઓપન રમાય છે. તેથી ઘણા લોકો ફ્રેન્ચ ઓપન અને રોલેન્ડ ગેરોસ શબ્દો એકબીજાના બદલે વાપરે છે.
THE WAIT IS OVER 🏆#RolandGarros pic.twitter.com/i1PL0lkgAf
— Roland-Garros (@rolandgarros) June 7, 2026
જ્વેરેવે હોટ ફેવરિટ હતો
જ્વેરેવને આ વખતે ટાઇટલ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. ખાસ કરીને કારણ કે ટોચના ક્રમાંકિત સિનર 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચ બહાર થઈ ગયો હતો. બે વખતનો ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારાઝે જમણા કાંડાની ઇજાને કારણે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પહેલાથી પાછું ખેંચી લીધું હતું.
📸✨#RolandGarros pic.twitter.com/cZWxKltAZm
— Roland-Garros (@rolandgarros) June 7, 2026
મીરા એન્ડ્રીવા મહિલા સિંગલ્સ ચેમ્પિયન
શનિવારે 19 વર્ષીય રશિયન ટેનિસ ખેલાડી મીરા એન્ડ્રીવાએ પોલેન્ડની માજા ચ્વાલિન્સ્કાને હરાવીને ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. આ તેણીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ હતો. વર્ષની ચાર સૌથી મોટી ટેનિસ ટુર્નામેન્ટને ગ્રાન્ડ સ્લેમ કહેવામાં આવે છે. આમાં ઓસ્ટ્રેલિયન ઓપન (ઓસ્ટ્રેલિયા), ફ્રેન્ચ ઓપન (રોલેન્ડ ગેરોસ), વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ (ઇંગ્લેન્ડ) અને યુએસ ઓપન (યુએસએ)નો સમાવેશ થાય છે. મીરા એન્ડ્રીવા રશિયાના સાઇબિરીયામાં જન્મી હતી. બાદમાં તે ટેનિસ શીખવા માટે સોચી અને પછી ફ્રાન્સ ગઈ. તે વિશ્વમાં આઠમા ક્રમે છે. 15 વર્ષની ઉંમરે તેણીએ 2023 મેડ્રિડ ઓપનમાં ધૂમ મચાવી, WTA 1000 ટુર્નામેન્ટમાં મુખ્ય ડ્રો મેચ જીતનાર અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ત્રીજી સૌથી નાની ઉંમરની ખેલાડી બની હતી.
Frequently Asked Questions
ફ્રેન્ચ ઓપન 2026ની મેન્સ ફાઇનલ કોણે જીતી?
ફ્રેન્ચ ઓપન જીતીને ઝ્વેરેવે કયો રેકોર્ડ બનાવ્યો?
ઝ્વેરેવ ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બન્યો હતો. તેણે ફાઇનલમાં ફ્લેવિયો કોબોલીને હરાવી ઇતિહાસ રચ્યો.
ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું?
19 વર્ષીય રશિયન મીરા એન્ડ્રીવાએ પોલેન્ડની માજા ચ્વાલિન્સ્કાને હરાવીને ટાઇટલ જીત્યું. આ તેણીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.
ફ્રેન્ચ ઓપન ક્યાં રમાય છે?
ફ્રાન્સની રાજધાની પેરિસમાં રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ સંકુલમાં ફ્રેન્ચ ઓપન રમાય છે. આથી ફ્રેન્ચ ઓપન અને રોલેન્ડ ગેરોસ શબ્દો એકબીજાના બદલે વપરાય છે.






















