ભારતને આ બે-બે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી આજે લેશે ક્રિકેટમાંથી સન્યાસ, બપોરે એક વાગે કરશે પ્રેસ કૉન્ફરન્સ
abpasmita.in | 10 Jun 2019 11:49 AM (IST)
યુવરાજે ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે
મુંબઇઃ ભારતીયી ટીમનો હીરો અને ક્રિકેટ જગતમાં આગવુ નામ કમાવનાર ખેલાડી યુવરાજ સિંહ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. જોકે, આઇપીએલ જેવી ટૂર્નામેન્ટ્સમાં રમતો રહેશે. યુવરાજે ટીમ ઇન્ડિયા તરફથી છેલ્લી મેચ 30 જૂન 2017ના દિવસે રમી હતી. રિપોર્ટ અનુસાર યુવરાજ સિંહ આજે બપોરે એક વાગે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની જાણ કરશે. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ભારત તરફથી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર્સમાં સૌથી ટૉપ પર રહ્યો છે, તેને 2007 અને 2011 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.