નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, થોડાક સમય પહેલા તે પોતાના રિટાયરમેન્ટને લઇને ચર્ચામાં હતો હવે તે ક્રિકેટમાં વાપસીની ખબરોને લઇને ચર્ચમાં છે.


રિપોર્ટ છે કે, રાયડુ બહુ જલ્દી ક્રિકેટના મેદાન પર વાપસી કરવા જઇ રહ્યો છે. વર્લ્ડકપ 2019ની ટીમમા ના સમાવાતા રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી સન્યાસ લઇ લીધો હતો. હવે તેને ફેરવી તોળ્યુ છે અને કહ્યું કે દેશ માટે રમવા તૈયાર છે.



રાયુડુએ કહ્યું કે હુ બેશક ક્રિકેટમાં વાપસી કરીશ અને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમીશ. હાલમાં તે ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે.



ખાસ વાત એ છે કે વર્લ્ડકપ ટીમમાં સ્થાન ન મળતા અંબાતી રાયુડએ તરતજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.