જોહનિસબર્ગઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ વન ડે મેચની સીરિઝ રમાવાની છે. સાઉથ આફ્રિકાએ ભારત સામેની આ વન ડે શ્રેણી માટે ટેમ્બા બવુમાની આગેવાની હેઠળની 17 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી દીધી છે.


ભારત માટે સારા સનાચાર એ છે કે, ઈજાગ્રસ્ત નોર્ટ્જે ભારત સામેની વન ડે શ્રેણી પણ ગુમાવશે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે. નોર્ટ્જે હાલમાં દક્ષિણ આફ્રીકાનો શ્રેષ્ઠ બોલર છે. ફાસ્ટ બોલર નોર્ટ્જે આફ્રિકાનો સૌથી મોટો મેચ વિનર બોલર ગણાય છે તેથી તેની ગેરહાજરીથી ભારતને મોટી રાહત થશે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી વન ડે 19 જાન્યુઆરીએ રમાશે. એ પછી બીજી વન ડે  21 જાન્યુઆરીએ રમાશે અને 23 જાન્યુઆરીએ ત્રીજી વન ડે રમાશે.


ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા વિકેટકીપર ક્વિન્ટોન ડી કૉકને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટેમ્બા બવુમાના ડેપ્યુટી તરીકે એટલે કે વાઈસ કેપ્ટન તરીકે ભારતીય મૂળના ઓફ સ્પિનર કેશવ મહારાજને પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પારનેલ, મગાલા અને હમ્ઝાએ પણ ટીમાં સ્થાન જાળવ્યું છે.


સાઉથ આફ્રિકા ઘરઆંગણે નેધરલેન્ડ સામે વન ડે શ્રેણી રમવાનું હતું પણ ઓમીક્રોનના કહેરના પગલે નેધરલેન્ડની ટીમ શ્રેણી અધૂરી છોડીને સ્વદેશ પરત ફરી હતી. હવે ભારત સામેની શ્રેણીમાં પણ કોરોનાનો ખતરો હોવાથી સ્ટેડિયમમાં દર્શકોને હાજર રાખ્યા વિના મેચ રમાડાશે.


સાઉથ આફ્રિકાની વન ડે ટીમ : ટેમ્બા બવુમા (કેપ્ટન), કેશવ મહારાજ (વાઈસ કેપ્ટન), ક્વિન્ટોન ડી કૉક, ઝુબેર હમ્ઝા, માર્ક જેન્સન, જેન્નામેન મલાન, સિસાંડા મગાલા, એઈડન માર્કરામ, ડેવિડ મીલર, લુન્ગી એનગિડી, વાયને પારનેલ, એન્ડી ફેહલુકવાયો, ડ્વાયેન પ્રેટોરિઅસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, રેસ્સી વાન ડેર ડુસેન, કાયલે વારેયને.


 


આ પણ વાંચો......... 


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?


SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી


CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે


વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ


Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું