આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

- આર્જેન્ટિનાએ ઇજિપ્તને ૩-૨ થી હરાવી FIFA ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
- ઇજિપ્તે ૭૮મી મિનિટ સુધી ૨-૦ ની લીડ સાથે દબાણ બનાવ્યું હતું.
- રોમેરો, મેસ્સી, ફર્નાન્ડિઝના ગોલે આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી.
- ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સતત બીજી ટ્રોફી જીતવા તરફ આગળ વધ્યું.
FIFA World Cup 2026: આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટોમાં મેચનું પાસું ફેરવી દીધું. લિયોનેલ મેસ્સી અને અન્ય આર્જેન્ટિનાના ખેલાડીઓએ અંતિમ મિનિટોમાં શાનદાર પ્રદર્શન કર્યું. મોહમ્મદ સલાહની ઇજિપ્તની ટીમે એક સમયે આર્જેન્ટિનાના ચાહકોના શ્વાસ થંભાવી દીધા હતા પરંતુ તેઓ અંતિમ-8માં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.
આર્જેન્ટિનાએ છેલ્લે 2018માં ક્વાર્ટર ફાઇનલ પહેલા બહાર થવાનો સામનો કર્યો હતો. ઇજિપ્તે 2026ના વર્લ્ડ કપમાં પણ મેસ્સીની ટીમને હરાવી હતી, પરંતુ તે લિયોનેલ મેસ્સી, ક્રિશ્ચિયન રોમેરો અને એન્ઝો ફર્નાન્ડીઝની પ્રતિભા હતી જેણે આર્જેન્ટિનાને મેચમાં વાપસી કરાવી હતી.
Argentina pull it back late to secure their spot in the last eight! 👏#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) July 7, 2026
આર્જેન્ટિનાની ચમત્કારિક જીત
મેચનો પહેલો ગોલ ઇજિપ્ત તરફથી આવ્યો જ્યારે યાસિર ઇબ્રાહિમે 15મી મિનિટમાં તેની ટીમને 1-0 ની લીડ અપાવી. મુસ્તફા ઝિકોએ 67મી મિનિટમાં બીજો ગોલ કરીને ઇજિપ્તને 2-0 ની લીડ અપાવી હતી. 78મી મિનિટ સુધીમાં ઇજિપ્ત 2-0 થી આગળ હતું. વર્લ્ડ કપ જેવી હાઈ-પ્રેશર મેચમાં ગોલ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ ક્રિશ્ચિયન રોમેરોએ 79મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાની આશાઓ ફરી જીવંત કરી હતી.
ચાર મિનિટ પછી લિયોનેલ મેસીએ વર્લ્ડ કપમાં પોતાનો 21મો ગોલ કર્યો. જોકે, મેસ્સીએ તે જ મેચની 19મી મિનિટે પેનલ્ટી ચૂકી ગયો. તે સમયે વાતાવરણ એવું હતું કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું. મેચ પૂર્ણ સમય સુધી 2-2થી બરાબર રહી. વધારાના સમય પછી એન્ઝો ફર્નાન્ડીઝે 93મી મિનિટે આર્જેન્ટિનાનો ત્રીજો અને નિર્ણાયક ગોલ કર્યો.
આર્જેન્ટિના સતત બીજી ટ્રોફી તરફ આગળ વધ્યું
આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતર્યું હતું. મેસ્સીની ટીમ હવે તેના સતત બીજા ટાઇટલથી માત્ર ચાર જીત દૂર છે. આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સાતમી ટીમ બની છે. અગાઉ, ફ્રાન્સ, મોરક્કો, સ્પેન, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ અને નોર્વે પહેલાથી જ રાઉન્ડ ઓફ 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે. આર્જેન્ટિના હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેના રાઉન્ડ ઓફ 16 મેચના વિજેતા સામે ટકરાશે.
2026ના વર્લ્ડ કપ પહેલા આર્જેન્ટિના 5-0-0નો રેકોર્ડ ધરાવે છે અને ઇટાલી અને બ્રાઝિલ પછી સતત બે વર્લ્ડ કપ જીતનાર ત્રીજો દેશ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. આર્જેન્ટિના સતત છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું છે, જે બધા મેસ્સીના કારકિર્દી દરમિયાન આવ્યા છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા પછી આર્જેન્ટિના હવે 11 જુલાઈએ મિસૌરીના કેન્સાસ સિટીના એરોહેડ સ્ટેડિયમમાં કોલંબિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.
Frequently Asked Questions
FIFA વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચેની મેચમાં કોણ જીત્યું?
આ જીત બાદ આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2026માં કયા રાઉન્ડમાં પહોંચ્યું?
ઇજિપ્તને હરાવીને આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેઓ હવે સતત બીજી ટ્રોફી જીતવાથી માત્ર ચાર જીત દૂર છે.
આર્જેન્ટિના માટે નિર્ણાયક ગોલ કોણે કર્યો હતો?
વધારાના સમય પછી એન્ઝો ફર્નાન્ડીઝે 93મી મિનિટે આર્જેન્ટિનાનો ત્રીજો અને નિર્ણાયક ગોલ કર્યો હતો.
મેચમાં ઇજિપ્ત કયા ગોલ સ્કોરથી આગળ હતું અને કોણે ગોલ કર્યા હતા?
યાસિર ઇબ્રાહિમે 15મી મિનિટે અને મુસ્તફા ઝિકોએ 67મી મિનિટે ગોલ કરીને ઇજિપ્તને 2-0 ની લીડ અપાવી હતી.






















