ફરી એક વખત ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો ક્યારે અને કઈ જગ્યાએ રમાશે મેચ
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનું ટુર્નામેન્ટમાં રમવું નિશ્વિત છે. જ્યારે બાકીના સ્થાન માટે યુએઈ, સિંગાપુર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોગ વચ્ચે મુકાબલો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈઃ એશિયાન કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટુર્નામેન્ટમાં 19 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ પહેલા બંને ટીમો તેમના અભિયાનની શરૂઆત ક્વોલિફાયર વિજેતા સામે રમીને કરશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર ચાર માટે ક્વોલિફાય કરશે. જે બાદ બંને ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.
એશિયા કપના કાર્યક્રમ આ મુજબ છે. 15 સપ્ટેમ્બરઃ બાંગ્લાદેશ vs શ્રીલંકા (દુબઈ), 16 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન vs ક્વોલિફાયર (દુબઈ), 17 સપ્ટેમ્બરઃ શ્રીલંકા vs અફઘાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બરઃ ભારત vs ક્વોલિફાયર (દુબઈ), 19 સપ્ટેમ્બરઃ ભારત vs પાકિસ્તાન (દુબઈ), 20 સપ્ટેમ્બરઃ બાંગ્લાદેશ vs અફઘાનિસત્ન (અબુધાબી) 21 સપ્ટેમ્બરઃ ગ્રુપ એ વિજેતા vs ગ્રુપ બી ઉપ વિજેતા (દુબઈ), ગ્રુપ બી વિજેતા vs ગ્રુપ એ ઉપ વિજેતા (અબુધાબી), 23 સપ્ટેમ્બરઃ ગ્રુપ એ વિજેતા vs ગ્રુપ એ ઉપ વિજેતા (દુબઈ), ગ્રુપ બી વિજેતા vs ગ્રુપ બી ઉપ વિજેતા (અબુધાબી), 25 સપ્ટેમ્બરઃ ગ્રુપ એ વિજેતા vs ગ્રુપ બી વિજેતા (દુબઈ), 26 સપ્ટેમ્બરઃ ગ્રુપ એ ઉપ વિજેતા vs ગ્રુપ બી ઉપ વિજેતા (અબુધાબી), 28 સપ્ટેમ્બરઃ ફાઇનલ
ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર જ્યારે ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને સ્થાન મળ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ દુબઈમાં 15 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જ્યારે ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -